વૃધ્ધો માટે સલામતી ઘણી વાર મોટો પ્રશ્ન બની શકે છે. અશક્ત હોવાના કારણે તેમના પર જો ઘાતક હુમલો કરવામાં આવે તો તેનો સામનો તે કરી શકતા નથી. ઘણી વાર સલામતી માટે બરાબર પગલા પર તેમનું ધ્યાન રહેતું નથી અને ખોટી વ્યક્તિ પર પણ તેઓ વિશ્વાસ કરવાનું વલણ રાખે છે. મર્યાદિત સામાજીક ક્રિયાપ્રતિક્રિયા, હુમલાખોરને વિશ્વાસ આપે છે કે કોઈને જલ્દી ઘટનાનો અણસાર નહી આવે. વૃધ્ધો કપટીઓના માટે એક આકર્ષક લક્ષ્ય બને છે અને તેમને ખોટા રોકાણના સોદા અથવા અન્ય નાણાકીય કૌભાંડમાં ફસાવવામાં આવે છે.
સમાજને વૃધ્ધો માટે આધાર બનાવવાની જરૂર છે જેથી તેઓ તેમના સુવર્ણ વર્ષોમાં આવા દુષ્ટ કામોનો શિકાર બને નહી. ખરેખર, બધાને વાસ્તવિક અર્થમાં પાડોશી બનવાની જરૂર છે - એવા પાડોશી જે તેમના વિસ્તારમાં રહેલા અન્ય લોકોની ક્ષેમ-કુશળતા વિષે ચિંતિત હોય છે. સમાજના દૈનિક જીવનમાં વૃદ્ધોને સમાવી લેવાની જરૂર છે. તેમના ૪૦ અને ૫૦ ના દાયકામાં જે પ્રવૃત્તિઓ તે કરતા હતા તેમાં ભાગ લેવા માટે કદાચ તેઓ સક્ષમ ન રહે તો બીજી રીતે તેમનો સમાજમાં અને રોજના કાર્યોમાં સમાવેશ કરવો જરૂરી છે.
ઘણી વાર લોકો મને કહે છે કે વૃદ્ધોની સમસ્યાઓ તો પશ્ચિમી સમસ્યા છે, કારણ કે ભારતમાં સંયુક્ત પરિવારો છે. સત્ય એ છે કે ભારતમાં પણ મોટી સંખ્યામાં વૃદ્ધો હોય છે જેમને વિવિધ મુદ્દાઓનો સામનો કરવો પડે છે જેના માટે તેમને મદદની જરૂર છે. પછીના વર્ષોમાં દરેક વ્યક્તિને તેમના જીવનની ગુણવત્તા જાળવી રાખવા માટે પરિવારના સભ્યોની સહાય નથી હોતી. પ્રેમાળ અને કાળજી રાખનાર ઘણી પેઢીનું બનેલું પરંપરાગત ભારતીય સંયુક્ત પરિવારની સુંદર કલ્પનામાં માનવુ, તે શાહમૃગની જેમ રેતીમાં માથુ છુપાવવા જેવુ છે. આપણે સત્યનો સ્વીકાર કરીએ, જાગ્રત થઈએ, તો આગળ ઘણા કાર્ય કરી શકાય. આ આંખ ખોલનાર લેખ, "અમદાવાદના વરિષ્ઠ નાગરિકો કેટલા સલામત છે", તે અમદાવાદમાં વૃદ્ધો સામેના ગુનાઓ વિષે છે.
Read this post in English