Varishta  વરિષ્ટ
Dedicated to increasing awareness about dementia and mobilising support for those affected.

ગુજરાતીમાં ડિમેન્શિયા વિષે માહીતી મેળવવાનું એકજ સ્થાન
  • Varishta
  • Dementia
    • Alzheimers
  • Blog
  • વરિષ્ટ
  • ડિમેન્શિયા
    • અલ્ઝાઈમર્સ
    • લક્ષણોનું નિયમન
  • ગુજરાતી બ્લોગ
  • About
    • Founder
  • Contact
  • Events
  • Book

અલ્ઝાઇમર્સનો રોગ

અલ્ઝાઇમર્સનો રોગ મગજ પર હુમલો કરે છે. આપણો સમાજ જેમ વૃદ્ધ બને છે તેમ આ રોગથી અસર પામેલા વ્યક્તિની સંખ્યા પણ વધી રહી છે. અલ્ઝ્હીમર્સના રોગમાં સમજશક્તિ ઓછી થવા માંડે, સ્મૃતિ ભ્રંશ થાય, આપણું વ્યક્તિત્વને બનાવતા મગજના કોષની બીમારીને લીધે વ્યક્તિવ બદલાય જાય છે. રોજના મૂળભૂત કાર્યો કરવાની અને જીવનનો આનંદ લેવાની  ક્ષમતાનો નાશ થાય છે. આ રોગના કારણે વૃદ્ધ લોકો બીજા પર નિર્ભર થયી જાય છે. તેમની પાસેથી પ્રેમભાવ બતાવવાની અને અન્ય સાથે સહાનુભૂતિ બતાવવાની ક્ષમતા પણ જતી રહે,  તેમના તર્ક અને યોજના કરવાની ક્ષમતા, તેમની સમય ની સમઝણ નાશ પામે છે. જોયું, સાંભળ્યું અને સ્પર્શ કરવાથી સંવેદનાથી સમઝણ મળે તે નાશ પામે છે.

અલ્ઝાઇમર્સ રોગ માટે કોઈ ઈલાજ નથી. અને તે કેમ થાય છે તેનું મૂળ કારણ જણાયું  નથી.

અલ્ઝાઇમર્સ શું છે

આપણા મગજમાં ચેતાકોષો કહેવાતા ઘણા કોષો હોય છે. આ મજ્જાતંતુઓની સંકેતો નો આપ લે કરે છે. તેઓ આંખો, કાન નાક તથા બીજા જ્ઞાનતંતુ માંથી આવતી  જાણકારી નું વિશ્લેષણ કરે, અને તેની આપણને સમજણ આપે, અને તે માટે પ્રતિક્રિયા પણ કરાવે. સાથે તે આ બધાની યાદ પણ જાળવી રાખે છે.

Picture
કોશની અંદર પ્રોટીનના ગુચળા વળે છે અને કોશિકાઓ વચ્ચે ગઠા થાય છે
અલ્ઝાઇમર્સ રોગમાં માં, પ્રોટીનના ગઠા (plaques) કોશિકાઓ વચ્ચે થાય છે, અને કોશની અંદર ગુચળા (tangles) વળે છે. અન કારણે  કોશિકાઓ વચ્ચે સંકેતો ધીમા થતા જાય છે, આખરે કોષો મૃત્યુ પામે છે. જેમ વધુ કોષો અસર થાય છે તેમ, મગજ સામાન્ય રીતે કાર્ય કરી શકતું નથી. સ્મૃતિ ઝાંખી થયી જાય છે,, નવું યાદ રહેતું નથી. તર્ક કરવાની તથા સમસ્યાઓનો ઉકેલ લાવવાની ક્ષમતા નાશ પામે છે. મગજમાં હિપ્પોકેમ્પસ પર જેમ અસર થાય છે તેમ, નવી યાદોને રચના થતી નથી. જેમ જેમ વધુ કોષો મૃત્યુ પામે છે, તેમ તેમ વધુ કાર્યો કરવાની કુશળતા ખોવાઈ જાય છે 

અલ્ઝાઇમર્સનો કોઈ ઇલાજ નથી, અને આ રોગ નું કારણ પણ જાણી શકાયુ નથી. અલ્ઝાઇમર્સ મોટા ભાગે ૬૫ વર્ષથી વધારે ઉમરની વ્યક્તિઓને થાય છે. જૂજ કિસ્સાઓમાં નાની ઉમરમાં પણ આવો રોગ થાય તેને Early Onset Dementia  કહેવાય છે. આ રોગને આગળ વધવામાં  થોડા અંશે વિલંબ થાય, અને તેના લક્ષણો ને કાબુમાં રાખવામાં  સહાય કરવા માટે અમુક દવાઓ છે. રોગને થથા તેના પથને જાણવાથી, તથા, વર્તન અને પર્યાવરણમાં ફેર લાવવાથી, રોગના  મેનેજમેન્ટમાં  મદદ મળી શકો છો.
Picture
સ્વસ્થ મગજ અને અલ્ઝાઈમર્સ રોગ વાળા મગજની સરખામણી

અલ્ઝાઇમર્સ ના લક્ષણો

સમઝશક્તિમાં ઘટાડો, (Mild Cognitive Impairment, or MCI) ,આ રોગનુ એક પ્રથમ ચિહ્ન હોઈ શકે છે. ભૂલકણાપણું, અતાર્કિક વર્તન, અને નાણાંકીય વ્યવહારમાં અક્ષમતા, એ રોગના પ્રારંભિક સંકેતો હોય શકે. લક્ષણો દરેક વ્યક્તિમાં અલગ અલગ હોય છે, અને કેટલાક લક્ષણો એક વ્યક્તિ માં પહેલાં જોવા મળે, અને બીજામાં પાછળથી. જો કે હંમેશા કુશળતા ઘટતી જાય છે, અને અંતે, એ વ્યક્તિ પથારીવશ બની, અને છેલ્લે મૃત્યુ પામે છે. ઘણી વાર મૃત્યુ ફેફસામાં પાણી જવાથી, એસ્પીરેશન ન્યુમોનિયા (aspiration pneumonia) થવાથી  થાય છે.

કેટલાક સામાન્ય લક્ષણો

યાદ ના રહેવું: સ્મૃતિભ્રંશ થાય. વસ્તુઓ ગમે ત્યાં મૂકી દેવી, અને પગલાં પાછા કરી, શોધવાની ક્ષમતા ના હોવી.

નાણાંના વ્યવહારમાં અક્ષમતા: બીલના સરવાળા, તથા નાની રકમોના હિસાબ માંડવામાં મુશ્કેલી

સમય ની સમજ ના હોઈ:  બહાર જઈને તરતજ, ચાલો, ઘણું બેઠા કહી, ઘરે જવા માંડવું.

ભોજન વિષે બુલી જવું: ભોજન કર્યું છે તે યાદ રહે નહી. શું ખાધુ તે યાદ ના હોઈ.

નાના કામ પણ કરી ના શકવા. ઘરમાં વસ્તુઓ ઠેકાણે મુકવી નહી, સરળ ભોજન બનાવવામાં, સરખી રીતે જમવામાં તકલીફ.

સ્થળો ભૂલી જવા: પરિચિત સ્થાનો અને રસ્તાઓ ઓળખાય નહી.  આના કારણે વ્યક્તી ઘણી વાર ખોવાય જાય છે.

લોકોના નામ ભૂલવા:  પાછળના તબક્કામાં પોતાના બાળકો, ભાઈ બહેન અથવા પત્ની અને કુટુંબના સભ્યોના નામ પણ ભૂલી શકાય શકે.

વ્યક્તિગત સ્વચ્છતા: નાહવાનું ભૂલી જવું, અથવા ટાળવું. બાથરૂમ બરાબર જવામાં અક્ષમતા.

કોઈને મળવું નહી: વાતના કરવી અને ચુપ રહેવું: સામાજિક પ્રવૃત્તિઓ પીછેહઠ.

વાર્તાલાપ કરી ના શકવો: વાત કરી બીજાને ને પોતાની જરૂરિયાતો સમઝવવામાં અસમર્થ, પોતાને થતા દુખાવા તથા તકલીફ પણ કહી ના શકે.

મનોભાવમાં (મૂડ) ફેરફારો: ઠોસ કારણ વગર ગુસ્સો કરવો, રડવું આવે અથવા ઉદાસ થવું.

પુનરાવર્તન: એક નો એકજ પ્રશ્ન અથવા વાતનું પુનરાવર્તન વારંવાર કરવુ. ચાલયા કરવું, અને એક ની એક વસ્તુ કર્યા કરવી.
Contact us if you need counseling for Dementia. We provide counseling online in Gujarati & English.
ડિમેન્શિયા વિષે વધુ જાણવા માટે, અથવા સલાહ માટે અમારો સમ્પર્ક કરો. ફોન / ઓનલાઈન કૌન્સ્લીંગ ઉપલબ્ધ છે.
Contact us to learn more or to contribute to the cause.

Varishta is an initiative by Silversmile Eldercare Foundation, a not for profit company registered u/s 8 of the Companies Act 2013, created to spread awareness about dementia in the elderly caused by Alzheimer's and other diseases and  provide support for elders with dementia and their caregivers. Varishta provides information about dementia in Gujarati, and provides counseling and training about dementia in Ahmedabad, Gujarat.

Information provided by this site is intended to increase awareness, and is not a substitute for medical advice.
The graphics on the site are created by Daksha Bhat, or used with the permission of their respective owners, or under a creative commons license. Please do not copy or reuse any part of the site. You may contact us if you wish to use any content.