ડિમેન્શિયા શું છે? |
આપણા દેશમાં ડિમેન્શિયા
|
ડિમેન્શિયા (Dementia, સ્મૃતિભ્રંશ) ઘડપણમાં થતા મગજને નુકશાનનું પરિણામ છે. તે આગળ વધતો (progressive) રોગ છે. તેનો ઈલાજ નથી અને તેના લક્ષણો ધીમે ધીમે વધતા જાય છે. ડિમેન્શિયા થવાથી માણસ ધીરે ધીરે વધારે ભૂલવા માંડે છે. સાથે તે રોજીંદા કાર્યો કરવાની ક્ષમતા ગુમાવે છે, જેવા કે ખરીદી કરી તેના બીલની ચુકવણી કરવી, સામાન્ય ભોજન બનાવવું, ફરવા જવાનું આયોજન કરવું. વધુ સમય જતા પોતાની સ્વસ્થતા અને સ્વચ્છતા સચવાય નહી તથા સ્વજનો ઓળખાય નહી. પાછળથી ચાલવાની અને ગળવાની ક્ષમતા ધીરે ધીરે ઘટતી જાય છે.
ડિમેન્શિયાનું કારણ શું છે?ડિમેન્શિયા લક્ષણોનો સમૂહ છે. ૬૫ વર્ષથી વધારે ઉમરની વ્યક્તિઓમાં પ્રગતિશીલ ડિમેન્શિયાનું સૌથી મોટું કારણ અલ્ઝાઇમર્સ રોગ છે. જેનો ઈલાજ શક્ય નથી તેવા ડિમેન્શિયાને પ્રગતિશીલ "progressive" ડિમેન્શિયા કહેવાય છે. ૧૦૦થી વધારે એવા રોગ છે જેના કારણે ડિમેન્શિયા થઈ શકે છે. તેમાં વસ્કુલ્રર ડિમેન્શિયા, ફ્રોન્ટો-ટેમ્પોરલ તથા લુઈ બોડી ડિમેન્શિયાનો સમાવેશ થાય છે.
|
આપણા દેશમાં આશરે ૪૨ લાખ વૃદ્ધજનોને ડિમેન્શિયા છે, જેનું કારણ અલ્ઝાઇમર્સ અથવા અન્ય રોગ છે. આપણા સમાજમાં ડિમેન્શિયા વિષે ઓછી જાણકારી હોવાથી તેમના રોગનું નિદાન ઘણા વરસો સુધી થતું નથી. રોગના ચિન્હો જોવા તો મળે છે, જેમ કે ભૂલી જવું, રોજીંદા કાર્ય માં ગોટાળા કરવા, અને પોતાની દિનચર્યામાં મદદની જરૂર પડવી, પણ આ બધું સામન્ય ઘડપણ માની, તે માટે કોઈ ડોક્ટરની સલાહ લેવામાં આવતી નથી. જો વહેલું નિદાન થાય તો વ્યક્તી અને કુટુંબ માટે ઘણા ફાયદા છે.
ડિમેન્શિયા પાછળ કેટલો ખર્ચ થાય છે?
ડિમેન્શિયા વ્યક્તી તથા તેના પરિવાર માટે ખુબજ કષ્ટ લાવે છે. ડિમેન્શિયા માટે સન ૨૦૧૦માં નો સમાજનો ખર્ચ આશરે રૂ.૧૪,૭૦૦ કરોડ થયો હતો તેવુ ARDSI ના રીસર્ચ પ્રમાણે જાણવા મળે છે. સન ૨૦૩૦માં ખર્ચ
આથી ત્રણ ગણો થશે તેવુ અંદાજવામાં આવેલ છે.
ડિમેન્શિયાના કારણે વ્યક્તી તથા કાળજી રાખનાર માટે ઘણી યાતનાઓ, વેદના ઉભી થાય છે. કાળજી લેનાર માટે આ ખુબજ મૂંઝવણભર્યું અને કઠણ કાર્ય છે. |
|
|
વરિષ્ટ ડિમેન્શિયા વિષે જાણકારી વધારવાનું તથા ડિમેન્શિયાના દર્દી તથા તેમના ધ્યાન રાખનારા અને કુટુંબીજનો માટે સહાય આપવા માટે કામ કરે છે. સિલ્વર સ્માઇલ એલ્ડર કેર ફોઉનડેશન દ્વારા આ કામ કરવામાં આવે છે. અમારા કામ વિષે વધારે જાણવા માટે અથવા તેમાં મદદરૂપ થવા અમારો સંપર્ક કરો.
આ સાઈટ પર આપવામાં આવતી માહિતી જાણકારી વધારવા માટે છે. અહી કોઈ પ્રકારની તબીબી સલાહ આપવામાં આવતી નથી.
સાઈટપરની માહિતી તમારે બીજા કોઈ માધ્યમમાં પ્રકાશિત કરવી હોઈ અથવા વાપરવી હોય તો અમારો સમ્પર્ક કરો.
આ સાઈટ પર આપવામાં આવતી માહિતી જાણકારી વધારવા માટે છે. અહી કોઈ પ્રકારની તબીબી સલાહ આપવામાં આવતી નથી.
સાઈટપરની માહિતી તમારે બીજા કોઈ માધ્યમમાં પ્રકાશિત કરવી હોઈ અથવા વાપરવી હોય તો અમારો સમ્પર્ક કરો.
The site is being upgraded, thank you for your patience.