ઘડપણ અને ડિમેન્શિયા
આપણા સમાજમાં અમુક ઉમર પછી ઓછું યાદ રહેવું, અને રોજના કાર્યમાં ભૂલો કરવી એ સામાન્ય માનવામાં આવે છે. જયારે આવી નબળી યાદશક્તિ અને કામ કરવાની અક્ષમતા રોજીંદા જીવન જીવવામાં તકલીફ ઉભી કરે ત્યારે આ ડિમેન્શિયાના લક્ષણ હોય શકે. ડિમેન્શિયા કોઈ રોગનું નામ નથી. એ લક્ષણોના સમુહને આપેલું નામ છે. મગજની બીમારીના લીધે જોવામાં આવતા આવા લક્ષણોના ઘણા જુદા કારણ હોય શકે. ડિમેન્શિયા ક્યાં રોગના લીધે અથવા કોઈ તૃતીના લીધે છે ટે નક્કી કરવા માટે ડોક્ટરની સલાહ લેવી જરૂરી છે. કોઈ વાર ડિમેન્શિયાના મૂળ કરણનો ઈલાજ થઈ શકે છે. જો ડિમેન્શિયાના મૂળ કારણનો ઈલાજ ના હોય તો તેને પ્રોગ્રેસીવ, (progressive) ડિમેન્શિયા કહેવામાં આવે છે.
ડિમેન્શિયા કયા રોગના કારણે થાય છે
|
ડિમેન્શિયાના લક્ષણો |
અલ્ઝાઈમરનો રોગ વૃધાવસ્તામાં થતા ડિમેન્શિયાનું સૌથી મોટું કારણ છે. અલ્ઝ્હીમર્સ મોટાભાગે ભૂલવાની અને સમઝવાની તકલીફથઈ શરુ થાય છે, અને આગળ જતા અને સમય જતા પરાવશતા અને પછી મૃત્યુમાં અંત આવે છે. વધારે વાંચો....
વાસ્ક્યુલર ડિમેન્શિયા: મગજના કોષોને લોહી ઓછું મળવાથી વાસ્ક્યુલર ડિમેન્શિયા થયી શકે છે. તેમને ઓક્સીજન પુરતું મળતું નથી તેથી તે કોશ નાશ પામે છે. સ્ટ્રોક થવાથી અથવા તો બીજી બીમારીના લીધે મગજમાં લોહી ઓછુ ફરે ત્યારે આવી સ્થિતિ ઉભી થાય છે. મગજના ક્યાં કોશો નાશ પામે છે ટે પ્રમાણે રોગના લક્ષણ જુદા જુદા જોવા મળે છે. ડિમેન્શિયાનું આ બીજું કારણ છે. લુઈ બોડી ડિમેન્શિયા: મગજમાં પ્રોટીનના લોચા થવાથી યાદ શક્તિનો નાશ થાય છે, વિચારશક્તિને અસર પડે છે, સુવામાં તકલીફ થાય છે, આભાસ થાય છે (hallucination) અને સ્નાયુઓનું અનિયંત્રિત હલનચલન થાય છે. ડિમેન્શિયા કારણ બની શકે તેવા સો કરતાં વધારે રોગો છે. કેટલાક કિસ્સાઓમાં એક કરતાં વધુ રોગ પણ હોય ત્યારે તેને મિશ્ર ડિમેન્શિયા કહેવાય છે. |
આ રોગ કોઈ નિશ્ચિત રૂપથી વિકસતો નથી. દરેક વ્યક્તિમાં તેના લક્ષણો જુદા જુદા દેખાય છે તેની અંતર્ગત શું થઇ શકે તે સમજવા માટે સમયની સાથે બદલાતી જતી પરિસ્થિતિઓને સરળતાપૂર્વક સમજવા માટે તેને ત્રણ તબક્કામાં વહેંચી શકાય. જોકે આવા લક્ષણો કોઈ પણ તબક્કે વિકસી શકે છે.
શરૂઆતનો તબક્કો શરૂઆતના તબક્કા દરમિયાન નીચે દર્શાવ્યા પ્રમાણેના દેખાતા લક્ષણોને ઘણી વખત અવગણવામાં આવે છે.
વચ્ચેનો તબક્કો ડિમેન્શિયાના કારણે એક વ્યક્તિની કાર્ય-પ્રવૃત્તિઓ અને ઉત્પાદકતા મર્યાદિત થવાની શરૂઆત થાય છે અને સ્વાભાવિકપણે જ તેના કારણે નીચે જણાવ્યા પ્રમાણેની મુશ્કેલીઓ ઉભી થઈ શકે છે.
છેલ્લો તબક્કો સમયની સાથે ડિમેન્શિયાના કારણે સંપૂર્ણપણે પરતંત્રતા આવી જાય છે. યાદશક્તિ અને વાતચીત કરવાની કળા ગુમાવી દે છે. વધુમાં નીચે જણાવ્યા પ્રમાણેના લક્ષણોનો તેમાં સમાવેશ થઈ શકે છે.
|