Varishta  વરિષ્ટ
Dedicated to increasing awareness about dementia and mobilising support for those affected.

ગુજરાતીમાં ડિમેન્શિયા વિષે માહીતી મેળવવાનું એકજ સ્થાન
  • Varishta
  • Dementia
    • Alzheimers
  • Blog
  • વરિષ્ટ
  • ડિમેન્શિયા
    • અલ્ઝાઈમર્સ >
      • લક્ષણોનું નિયમન
  • ગુજરાતી બ્લોગ
  • About
    • Founder
  • Contact
  • Events
  • Book
Picture

વર્તણૂંકના લક્ષણોનું નિયમન

અલ્ઝાઈમર્સ રોગ સ્મૃતિ ભ્રંશના રોગ તરીકે ઓળખાય છે. પરંતુ તેમાં વર્તણુકના અને માનસિક લક્ષણો પણ જોવા મળે છે. કદાચ બધામાં લક્ષણો જોવા ના મળે, પણ ઘણા વ્યક્તિઓમાં રોગના કારણે આવી અસર જોવા મળે છે. રોગના પહેલા તબક્કામાં ચીડિયાપણું, ગભરામણ અથવા હતાશા (ડિપ્રેશન) નો અનુભવ થાય
આગળ જતા વ્યક્તિમાં બીજા લક્ષણ આવે જેમ કે
  • અજંપો (બોલવામાં અથવા વર્તનમાં ઉશ્કેરાટ, ઉદાસીનતા, બેચેની, ચાલ ચાલ કરવું, કાગળ ફાડવો)
  • ઊંઘની તકલીફ,
  • ભ્રમ થવા અને અવાસ્તવિક વિચાર આવવા
અલ્ઝાઈમર્સ રોગના આવા વર્તણુકના લક્ષણના કારણે વ્યક્તિ અને પરિવારને સૌથી વધારે મુશ્કેલી અને પીડા થાય છે. આ લક્ષણો વ્યક્તિના જીવનની ગુણવત્તા પર વિપરીત અસર કરે છે.

અલ્ઝાઈમર્સમાં વર્તણૂંકના લક્ષણોનું અવલોકન

વર્તણૂકનાં લક્ષણોનું મુખ્ય કારણ મગજના કોશિકાઓનું વધતું જતું (પ્રગતિશીલ / progressive) નુકસાન છે. અન્ય માંદગી અને પર્યાવરણના પ્રભાવ સહિતના અન્ય મુદ્દા પણ ફાળો આપી ભૂમિકા ભજવી શકે છે. આમાંથી કેટલાક પરિબળો ને બદલી શકાય છે. વર્તણૂંકના લક્ષણ જોવા મળે તો વ્યક્તિનું સંપૂર્ણ તબીબી મૂલ્યાંકન થવું જોઈએ. યોગ્ય પગલાં લેવાથી લક્ષણ ઘણી વાર ઘટાડી શકાય છે અથવા તેને વધતાં અટકાવી શકાય છે.
 
કોઈ વાર શારીરિક સમસ્યા ના કારણે વિપરીત વર્તણુકના લક્ષણ ઊભા થઇ શકે, જેમ કે:
  • સંભાળ રાખવાની વ્યવસ્થામાં ફેરફાર
  • બીજા કોઈ સારવાર કારણસર હોસ્પિટલ જવું
  • પ્રવાસ
  • ઘરમાં મહેમાન ની ઉપસ્થિતિ
  • નહાવા અથવા કપડા બદલવા માટે કહેવામાં આવે
  • નવા ઘરમાં સ્થળાંતર
  • જરૂરિયાત અને ઈચ્છા વ્યક્ત કરવામાં મુશ્કેલી
  • ગૂંચવણ ભરેલી દુનિયાને સમજવાનો પ્રયાસ કરવાથી ભય અને માનસિક થાક

સારવારના વિકલ્પ

વર્તણૂંક લક્ષણો માટે બે મુખ્ય પ્રકારની સારવાર છે:
  • દવા વગરના પગલાં - આચરણ લક્ષી પદ્ધતિ
  • પ્રિસ્ક્રિપ્શન દવાઓ
 
દવા વગરના પગલાનો હંમેશા સૌ પ્રથમ પ્રયત્ન કરવો જોઇએ. તેમાં સફળતા મેળવવા માટે સામાન્ય રીતે નીચે પ્રમાણે ના નિયમ મદદરૂપ થાય છે.
  • શાંત વાતાવરણ બનાવવું
  • વર્તન કયા કારણથી થાય છે તે ઓળખવું અને પર્યાવરણ અનુકૂળ બને તેવા ફેરફાર કરવાનો પ્રયાસ કરવો
  • વ્યક્તિનો કોઈ દ્વેષભાવ નથી અથવા મુશ્કેલી ઊભી કરવાનો ઇરાદો નથી તે સમજવું
  • વ્યક્તિને ભૂખ, તરસ, લાગી નથી, મૂત્રાશય ભરાઈ ગયું નથી, અથવા કબજિયાત નથી તે તપાસવું.
  • ઘરમાં તાપમાન આરામદાયક રાખવું,, વધારે પડતો આંખ અંજાઈ જાય તેવો પ્રકાશ રાખવો નહી, અને ટેલીવિઝનના અથવા અન્ય મોટા અવાજનું નિયંત્રણ કરવું.
  • કસરત કરવા માટેની તક આપવી
  • દલીલ અથવા વાદ વિવાદ કરવાના બદલે વ્યક્તિનું ધ્યાન બીજી દિશામાં દોરવું
  • વાતાવરણ, કામકાજ અને દિનચર્યા સરળ બનાવવા
  • કાર્યો વચ્ચે પર્યાપ્ત આરામ માટેનો સમય ફાળવવો
  • વ્યક્તિને ને યાદ અપાવવા માટે વસ્તુઓ ઉપર લેબલ મારી મૂંઝવણ ઘટાડવી
  • દરવાજાને બરાબર તાળા મારી સલામતી વધારવી
  • આગનું જોખમ ઘટાડવા ધુમાડાના સૂચન કરનાર ફાયર અલાર્મ્સ લગાડવા અને ચુલા સગડી પાસે વ્યક્તિ નું ખાસ ધ્યાન રાખવું
  • રાત્રિના સમયે થોડા પ્રકાશનો ઉપયોગ કરી મૂંઝવણ અને બેચેની ઘટાડવી

જ્યારે વ્યક્તિ ઉશ્કેરાય જાય ત્યારે મદદરૂપ સૂચનાઓ

આટલું કરી શકો:
  • શાંત, હકારાત્મક ભાષા નો ઉપયોગ કરો
  • પીછે હઠ કરી, કામ કરવા માટે રજા માંગો
  • ભરોસો અપાવો
  • કાર્ય ધીમું કરો
  • અજવાળું વધારો
  • સરળ માર્ગદર્શન ની સાથે વિકલ્પ આપો
  • સુખદ ઘટનાઓ પર વધુ ધ્યાન આપો
  • સરળ કસરત કરવાના વિકલ્પ બતાવો
  • ઉત્તેજનાને મર્યાદિત કરવાનો પ્રયાસ કરો
આવું બોલી શકો:
  • શું હું તમને મદદ કરી શકું?
  • શું તમારી પાસે મારી મદદ કરવા માટે સમય છે?
  • તમે અહીં સુરક્ષિત છો.
  • બધું બરાબર છે.
  • હું માફી માંગુ છું.
  • તમારી ઉદાસી જોઇને હું દિલગીર છું
  • મને ખબર છે કે ઘણું મુશ્કેલ છે.
  • જ્યાં સુધી તમને સારું ના લાગે ત્યાં સુધી હું તમારી સાથે રહીશ.
આવું કરવું નહી:
  • ઊંચા અવાજે બોલવું
  • અચાનક હલનચલન કરવું
  • પોતાનો ગભરાટ બતાવવો અથવા વ્યક્તિનો વાંક કાઢવો
  • દબાણ લાવવું, એક સાથે ઘણા જણ પ્રશ્ન કરવા, અથવા અંકુશમાં રાખવું
  • માંગણી કરવી, જબરદસ્તી કરવી, અથવા મોઢામોઢ સામનો કરવો
  • ઉતાવળ કરાવવી અથવા ટીકા કરવી
  • અવગણના કરવી અથવા તકરાર કરવી
  • શરમાવવા અથવા નીચું બતાવવું

વર્તણૂકના લક્ષણોની સારવાર માટે દવાઓ

જ્યારે દવા વગરના ઉપચારથી કામ ના ચાલે ત્યારે દવાઓ આપવી જરૂરી થઈ શકે છે. ખાસ કરીને જ્યારે અતિશય લક્ષણો હોઈ, અથવા વ્યક્તિના વર્તનના કારણે તેમને પોતાને અથવા બીજી કોઈ વ્યક્તિને ઈજા અથવા નુકસાન થવાની શક્યતા હોઈ ત્યારે દવા જરૂરી બને છે. કેટલીક પરિસ્થિતિમાં દવાઓ અસરકારક હોઇ શકે છે, પરંતુ તેમનો કાળજીપૂર્વક ઉપયોગ કરવો જોઈએ અને તેની સાથે આચરણ લક્ષી પદ્ધતિ વાપરવામાં આવે ત્યારે તે વધુ અસરકારક થાય છે.
  • દવા ચોક્કસ તકલીફને લક્ષ્ય માં રાખી આપવી જોઈએ જેથી તેની અસરનું નિરીક્ષણ કરી શકાય.
  • સામાન્ય રીતે, એક દવાની ઓછી માત્રા સાથે શરૂ કરવાનું શ્રેષ્ઠ છે
  • એક તકલીફની અસરકારક સારવાર થાય તો અન્ય તકલીફો માં રાહત મદદ કરી શકે છે ઉદાહરણ તરીકે, કેટલાક એન્ટીડિપ્રેસન્ટ્સ પણ લોકોને વધુ સારી રીતે ઊંઘમાં મદદ કરી શકે છે.
દવાની પસંદગી ઘણા પરિબળો પર આધારિત છે. તેમાં ખાસ કરીને ડિમેન્શિયાનું મૂળભૂત કારણ, વ્યક્તિના લક્ષણ, રહેવાની વ્યવસ્થા અને બીજી માંદગીનો સમાવેશ થાય છે.
દવાઓનો વિચાર કરતી વખતે, તે સમજવું અગત્યનું છે કે વર્તણૂંક અને માનસિક ડિમેન્શિયાના વર્તણુકના તથા સાઇકિયાટ્રિક લક્ષણોની સારવાર માટે યુ.એસ. ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન (U.S. Food and Drug Administration) દ્વારા કોઈ દવાઓ ખાસ કરીને મંજૂર નથી. અહીં ચર્ચા કરાયેલા ઘણા ઉદાહરણો "બંધ લેબલ" (off label) ઉપયોગના છે, એક પ્રથા જેમાં એક ફિઝિશિયન એવા હેતુ માટે ડ્રગ આપે છે, જેના માટે તે માન્ય કરવામાં આવ્યું નથી.
ઉદાસીનતા અને ચીડિયાપણું માટેની નીચે પ્રમાણે એન્ટીડિપ્રેસન્ટ (antidepressant) દવાઓનો સમાવેશ થાય છે:
  • Citalopram (Celexa)
  • Fluoxetine (Prozac)
  • Paroxetine (Paxil)
  • Sertraline (Zoloft)
  • Trazodone (Desyrel)
 
એન્ટિસાઈકોટિક (antipsychotic) દવાઓ ભ્રમ, ખોટા વહેમ, આક્રમકતા, આવેશ અને અસહકાર માટે આપવામાં આવે છે, જેમાં નીચે પ્રમાણે દવાઓ હોય છે:
  • Aripiprazole (Abilify)
  • Olanzapine (Zyprexa)
  • Quetiapine (Seroquel)
  • Risperidone (Risperdal)
  • Ziprasidone (Geodon)
  • Haloperidol (Haldol)
 
એન્ટિસાઈકોટિક દવાઓનો ઉપયોગ કરવાનો નિર્ણય અત્યંત સાવધાની સાથે લેવો જરૂરી છે. તાજેતરના સંશોધન દર્શાવે છે કે આ દવાઓ ડિમેન્શિયા વાળી વૃદ્ધ વ્યક્તિઓમાં સ્ટ્રોક અને મૃત્યુના જોખમ સાથે સંકળાયેલ છે. એફડીએની (FDA) આ જોખમ વિષે "બ્લેક બોક્સ" ચેતવણી આપવામાં આવી છે અને એક નોંધ કરી છે કે આ ઔષધો ડિમેન્શિયાના લક્ષણના ઉપાય માટે નથી.
અસરકારકતા વધારવા માટે:
  • ધ્યાનથી દવાની પસંદગી કરવી, તેનો ઉપયોગ કેટલો સમય કરવો અને વ્યક્તિના ક્યા લક્ષણો અને સંજોગોમાં તે બંધ કરવી એ નક્કી કરવું.
  • વ્યક્તિના ડિમેન્શિયાના મૂળ કારણોનો વિચાર કરવો. દાખલા તરીકે, લેવી બોડીઝ (ડીએલબી) સાથેના ડિમેન્શિયા (Dementia with Lewy bodies) ધરાવતા દર્દીઓ માટે સામાન્ય રીતે એન્ટિસાઈકોટિક દવાઓ લેવાની સલાહ આપવામાં આવતી નથી.
 
ચિંતિત અને અસ્વસ્થ, બેચેની, બૂમબરાડા અને સારવારનો વિરોધ વાળું વર્તન હોઈ તો એન્ટી-એન્કઝાયટી  (Anti-anxiety)  દવાઓ નીચે પ્રમાણે છે.
    ઉગ્ર અતિશય લક્ષણોની ટૂંકા ગાળાની સારવાર માટે:
  • Lorazepam (Ativan)
  • Oxazepam (Serax)
    લાંબા ગાળાની સારવાર માટે:
  • એન્ટીડિપ્રેસન્ટ્સ (Antidepressants) ઉપયોગી હોઈ શકે છે
અલ્ઝાઈમર્સ એસોસિએશન નું અલ્ઝાઈમર્સ રોગમાં વર્તન અને માનસિક લક્ષણ ની સારવાર માટે નું નિવેદન વાંચો.

ઊંઘની સમસ્યાઓ માટે દવાઓ:
કેટલાક દવાઓ ખાસ કરીને "ઊંઘની ગોળીઓ" તરીકે એફડીએ દ્વારા મંજૂર કરવામાં આવે છે. મોટા ભાગના ડૉક્ટર ડિમેન્શિયા વાળા વૃદ્ધ વ્યક્તિ માટે "ઊંઘની ગોળીઓ" લખી આપવાનું ટાળતા હોઈ છે. આવી વ્યક્તિમાં આ દવાઓના કારણે કોઈ વાર ઝાડા/પેશાબ પરનું નિયંત્રણ ના રહે, સંતુલન ગુમાવી પડી જવાય, ઉશ્કેરાટ વધી જાય, અને અન્ય ગંભીર આડ અસરો થઈ શકે છે.  ઘણી વાર ઉપયોગમાં લેવાતો એક વિકલ્પ છે Trazodone (Desyrel), જે એન્ટીડિપ્રેસન્ટ છે અને જેનાથી ઘેન આવે છે. એન્ટિ-એન્કઝાયટી દવાઓનો પણ ઉપયોગ થાય છે.
વધુમાં, ચિકિત્સકો ભલામણ કરે છે કે ડિમેન્શિયા ધરાવતા લોકો ઓવર ધ કાઉન્ટર (OTC) (દુકાનમાં પ્રિસ્ક્રિપ્શન વગર મળતી) ઊંઘવાની દવાઓ થી દુર રહેવું જોઈએ. આવી ઘણી દવાઓમાં એક ઘટક ડિફેનહાઇડ્રેમિન (બેનાડ્રીલ) diphenhydramine (Benadryl) છે, જે એન્ટીહિસ્ટામીન (antihistamine) છે. અને જેનાથી ઘેન આવે છે. ડિફેનહાઇડ્રેમિન માં એન્ટિકોલીનર્જીક (anticholinergic) અસરો છે, જે અલ્ઝાઈમર્સ રોગથી નુકસાન પામેલા કોષ વચ્ચેના સંદેશ-વ્યવહારને વધુ હાનિ પહોંચાડે છે.
 
લેવી ના જોઈએ તેવી ઓવર ધ કાઉન્ટર ઊંઘવાની દવાઓના ઉદાહરણો નીચે પ્રમાણે છે.
  • Compoz
  • Nytol
  • Sominex
  • Unisom
  • દુઃખાવાથી રાહત માટેની અને શરદી અને સાઇન માટેની ખાસ રાત્રિ માં લેવાની દવાઓ
એન્ટિકોલીનર્જીક દવાઓની સંપૂર્ણ યાદી જુઓ

સંભાળ રાખનારાઓ અલ્ઝાઈમર્સ અને ડિમેન્શિયા કેરગીવર વિભાગમાં અને રોગના તબક્કા અને વર્તણુંક વિભાગમાં વધારે જાણી શકે છે.
આ લેખ alz.org પર થી પરવાનગી સાથે અંગ્રેજી માંથી અનુવાદ કરવામાં આવેલ છે.

આ સાઈટ પર આપવામાં આવતી માહિતી જાણકારી વધારવા માટે છે. અહી કોઈ પ્રકારની તબીબી સલાહ આપવામાં આવતી નથી.
Contact us if you need counseling for Dementia. We provide counseling online in Gujarati & English.
ડિમેન્શિયા વિષે વધુ જાણવા માટે, અથવા સલાહ માટે અમારો સમ્પર્ક કરો. ફોન / ઓનલાઈન કૌન્સ્લીંગ ઉપલબ્ધ છે.
Contact us to learn more or to contribute to the cause.

Varishta is an initiative by Silversmile Eldercare Foundation, a not for profit company registered u/s 8 of the Companies Act 2013, created to spread awareness about dementia in the elderly caused by Alzheimer's and other diseases and  provide support for elders with dementia and their caregivers. Varishta provides information about dementia in Gujarati, and provides counseling and training about dementia in English and Gujarati.

Information provided by this site is intended to increase awareness, and is not a substitute for medical advice.
The graphics on the site are created by Daksha Bhat, or used with the permission of their respective owners, or under a creative commons license. Please do not copy or reuse any part of the site. You may contact us if you wish to use any content.