બેંગ્લોરની નાયટીંગેલ્સ સંસ્થા વડીલોની સેવામાં સરસ કામ કરી રહી છે. હાલમાં તેમને કોલાર થી બેંગ્લોર સુધી પદયાત્રા કરી. પદયાત્રાનો ઉદેશ ડિમેન્શિયા વિષે જાગૃતતા લાવવાનો હતો. બીજા રાજ્યો અને શહેરોમાં આવી જાગૃતતા લાવવાની ખુબ જરૂરિયાત છે.
![]() ૧૦૦ વર્ષની ઉમર સુધીં પહોંચનારા, સેન્ચુરી કરનાર વ્યક્તિઓની સંખ્યા વધી રહી છે. ઇકોનોમિક ટાઇમ્સ માં આવેલ આ કાર્ટૂનમાં જુદા જુદા રાજ્યોમાં ૧૦૦ વર્ષના અને તેથી વધારે ઉમર સુધી પહોંચનારા ની સંખ્યા બતાવી છે. જયારે ઉત્તર પ્રદેશમાં એક લાખ લોકો દીઠ ૯૯ વ્યક્તિ ૧૦૦+ વર્ષની છે, ગુજરાતમાં ૪૪ વ્યક્તિ છે. આપણો સમાજ બદલાય રહ્યો છે. વૃદ્ધ જણો ની માત્રા વધી રહી છે. આ સ્થિતિ ને સમજવાની જરૂર છે. એનીમિયા (પાંડુરોગ) એટલે કે શરીર માં હેમોગ્લોબિન ઓછું હોવું. Red blood cells, લાલ રક્ત કોશિકાઓની માત્રા જરૂર કરતા ઓછી હોવી. અમેરિકન અકાડેમી ઓફ ન્યુરોલોજીના એક સંશોધન પ્રમાણે જે વૃધ્ધોને અનીમિયા હોય તેઓ ને ડીમેન્શિયા હોવાની શક્યતા વધારે છે. ૧૧ વર્ષ ચાલેલા આ સંશોધનમાં ૭૦ થી ૭૫ વર્ષહતની ઉંમર વાળી ૨૫૫૨ વ્યક્તિનો સમાવેશ કરવામાં આવ્યો. આ દરમિયાન તેમની યાદશક્તિ અને વિચારશક્તિ ની તપાસ થતી રહી. સંશોધન શરુ થયું ત્યારે ૩૯૩ ને અનેમીયા હતો. સંશોધન પુરુ થયું ત્યારે ૪૪૫, અથવા ૧૮% ને ડિમેન્શિયા હતો.
જેમને સંશોધન ની શરૂઆતમાં અનેમિયા હતો તેઓને ડિમેન્શિયા થવાની ૪૧% શક્યતા હતી. ઉમર, જાતિ ભણતર અને સમુદાયની કોઈ અસર જોવા મળી નહી. ક્રિસ્ટીન યાફે MD, જેઓ યુનિવર્સીટી ઓફ કાલીફોર્નિયા સાથે સંકળાયેલા છે. તેમને જણાવ્યું કે ૩૯૩ અનેમિયા વળી વ્યક્તિઓ માંથી ૮૯ જણ, એટલે કે ૨૩% ને ડિમેન્શિયા થયો, તે સરખામણીમાં જેમેને અનેમિયા નહોતો તેવા ૨૧૫૯ વ્યક્તિ માંથી ૩૬૬ જણને એટલે કે ૧૭% ડિમેન્શિયા થયો. આ સંબંધ, લીન્કેજ, નું કારણ હોય શકે કે અનેમિયા હોવો તે, અસ્વસ્થતા ની એક નિશાની, (marker) હોય શકે. એનીમીયાના કારણે રહેતા ઓછા ઓક્સીજનની માત્રા પણ ડિમેન્શિયાનું કારણ હોય શકે. આગળ વાંચવા માટે: www.sciencedaily.com, http://www.neurology.org |
AuthorArchives
September 2019
Categories
All
Donate now
|