"તેમને શા કારણથી ડિમેન્શિયા થયો?" સામાન્ય પણે નિદાન પછી આ પ્રશ્ન ઘણી વખત પૂછવામાં આવે છે. કુટુંબના સભ્યો ભેગા થઈ વિવિધ કારણો સૂચવતા હોઈં છે, અને ઘણી લાંબી ચર્ચા કરવામાં આવે છે. "તેમના ડાયાબિટીસના કારણે થયું? તેની ખાવાની આદતોને લીધે થયું? અને કદાચ સૌથી વધારે દુઃખજનક ટકોર, "તે મગજને વધારે કસતા ન હતા તેના કારણે આવું થયું."
વાસ્તવિકતા એવી છે કે મોટા ભાગના કિસ્સાઓમાં ડિમેન્શિયાનું કારણ અલ્ઝાઇમર્સ રોગ, લુઈ બોડી ડિમેન્શિયા, અથવા ફ્રન્ટો ટેમ્પોરલ ડિમેન્શિયા હોઈ છે. અને આ રોગોમાં મૂળભૂત કારણ ખરેખર કોઈ જાણી શકતું નથી. નિદાન મેળવ્યા પછી આવી ચર્ચામાં સમય અને શક્તિનો દુરુપયોગ કરવાના બદલે પરિસ્થિતિ સમજવામાં, અને સારી કાળજી માટે આયોજન કરવામાં ધ્યાન આપવું જોઈએ. એક કારણની શોધ કરવા બેસવું એ દોષનો ટોપલો નાખવાની જગ્યા ગોતવાના પ્રયાસ જેવું છે. આ પરિસ્થિતિમાં આ મદદ નહી કરે, અને માત્ર ખોટું કર્યાની ભાવનાઓ જાગ્રત કરે છે.
ફ્રન્ટો ટેમ્પોરલ ડીજેનરેશન એસોસિએશન, (Frontotemporal Degeneration Association) ની સાઈટ પર આ ખુબ સુંદર વાક્ય જણાવે છે કે નિદાનના સમયે ત્રણ "C" ધ્યાનમાં રાખવાના છે: હું તેનું કારણ નથી. હું તેને બદલી શકતો નથી; અને હું તેને નિયંત્રિત કરી શકતો નથી. ( I didn’t cause it. I can’t change it; and I can’t control it. )