લગભગ એકાદ વર્ષ સુધી રાહ જોતા, ચિંતા કરતા અને વિચારતા રહ્યા બાદ અંતે વૃદ્ધજનોને/વડીલોને ખુબ જ હેરાન પરેશાન કરતા ડિમેન્શિયા (મનોભ્રંશ) સંબંધિત પ્રશ્નોને સંબોધવાના ઉદ્દેશથી, કાર્ય-પ્રવૃત્તિ હાથ ધરવા માટે આપણે એક બિનનફાકારક કંપની રજીસ્ટર કરાવી શક્યા છીએ.
'સિલ્વર સ્માઈલ એલ્ડર કેર ફાઉન્ડેશન'ના નામથી આ કંપની રજીસ્ટર કરાવવામાં આવી છે.
આ કંપનીનો મુખ્ય ઉદ્દેશ 'ડિમેન્શિયા' તરીકે ઓળખાતા મનોરોગ બાબતે વૃધ્ધ્જનોમાં તેમજ સમાજમાં જાગૃતિ જગાવવાનો તથા તેનાથી પીડાતા વડીલોને 'વરિષ્ઠ'ના નામ હેઠળ સહયોગ પૂરો પાડવાનો રહેશે.
આવી કાર્ય-પહેલને વેગવંતી બનાવવા માટે આપણે આર્થિક ભંડોળથી લઈને સલાહ-સૂચનો તેમજ પરિચય તથા સહયોગી કાર્યકરોની આવશ્યકતા રહેશે. મને ખાત્રી છે કે, આવા સામાજ-ઉપયોગી પ્રયત્નોમાં આપનો સહયોગ અમૂલ્ય સાબિત થશે.
વધુ માહિતી મેળવવા માટે મહેરબાની કરીને અમારી વેબસાઈટ, 'www.varishta.org'ના માધ્યમ દ્વારા અમારો સંપર્ક સાધવા આપને નમ્ર વિનંતી છે. જો આપ દાન પૂરું પાડવાની ઈચ્છા ધરાવતા હોવ તો તે મોકલવા માટેની જરૂરી માહિતી પણ આપ અત્રેથી મેળવી શકશો.

પ્રસ્તાવિત કાર્ય-પ્રવૃત્તિઓ
શા માટે; 'વરિષ્ઠ' ?
મને ગમતા એવા કોઈ પણ અન્ય નામથી હું કંપની રજીસ્ટર કરાવી શકતી ન હતી તેમજ નિરાશાની એક ચોક્કસ ક્ષણે હું કોઈ પણ નામ સ્વીકારી લેવા તૈયાર થઇ ગઈ હતી કે જેથી કરીને હું કાર્યનો મંગલ પ્રારંભ કરી શકું. અંતે 'સિલ્વર સ્માઈલ એલ્ડર કેર ફાઉન્ડેશન' એવું નામ પસંદ કરીને કંપની રજીસ્ટર કરાવવા માટે અમે આગળ વધ્યા હતા, પરંતુ તે નામ ખુબ લાંબુલચક લાગતું હતું અને તેથી અંતે અમે સહેલાઈથી યાદ રહેશે અને અર્થ સભર બની રહેશે તેમ માનીને 'વરિષ્ઠ' એવું નામ પસંદ કરીને તેના નેજા હેઠળ સૂચિત કાર્ય-પ્રવૃત્તિઓ હાથ ધરવાનું નક્કી કર્યું છે.
મારે એ પણ જણાવવું અને સ્વીકારવું જ જોઈએ કે કંપની રજીસ્ટર કરાવવા માટેનું આ કામ જે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટને સોપવામાં આવ્યું હતું તેમને આપણા આ ઉદ્દેશોની કે આપણા સમયની કોઈ જ કદર ન હતી, આ કામ માટેની સાચી કાર્ય-પ્રક્રિયા બાબતે તેમજ એક કંપની રજીસ્ટર કરાવવા માટે 'રજીસ્ટ્રાર ઓફ કંપનીઝ'ની કચેરીની જરૂરીયાતો અંગે પણ તેમને બહુ જ ઉપરછલ્લું જ્ઞાન હતું તેમજ નૈતિક મુલ્યો બાબતે પણ ખાસ કોઈ આદર-ભાવ ના હતો. તેવા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ દ્વારા મને સતત આશ્વાસન આપવામાં આવતા હતા જેના ઉપર આધાર રાખીને મેં એક વર્ષ પસાર તો શું કર્યું હતું, વેડફી નાખ્યું હતું. અંતે, મારે, તેમને એક કોરાણે મુકીને મેં અન્ય એક વ્યાવસાયિક ચાર્ટર્ડ સેક્રેટરીની સેવાઓ મેળવીને આ કંપનીની નોંધણી કરાવી પડી. હું એટલું જ માનું છું કે જો આ કામ મેં પહેલેથી મારા પોતાના હાથમાં લઈને જાતે જ હાથ ધાર્યું હોત તો ખુબ સારું થાત !!!
જો કે, તે હવે ભૂતકાળની વાત છે અને હવે મેં મારી નજર હવે પછીના ભવિષ્યના લક્ષ્ય ઉપર તાકેલી છે.
મારે આપની અગણિત શુભેચ્છાઓની ખુબ જ જરૂર છે. મારા આ પથ ઉપર આપ મારી આ યાત્રામાં મારી સાથે જોડાશો તેવી મને આશા છે.