વહેલું નિદાન થવાથી અલ્ઝાઇમર્સ રોગ તથા અન્ય પ્રકારના ડિમેન્શિયા વાળી વ્યક્તિઓ ને ઘણી મદદ થાય છે. કમનસીબે નિદાન મેળવવામાં ઘણા વિઘ્ન આવતા હોઈ છે. કોઈ વાર વ્યક્તિ અથવા તેના કુટુંબીજનો ડોક્ટર સાથે સમસ્યા વિષે વાત કરતા અચકાઈ છે, તો ઘણી વાર ડોક્ટર નિદાન કરતા અચકાઈ છે. આવી નિદાન મેળવવા પ્રત્યેની અનિચ્છા પાછળ નું એક કારણ એ માન્યતા હોઈ છે કે નિદાન એક અંતિમ દુઃખદાયક ચુકાદો છે જેના પછી આગળ કશુજ કરી શકાશે નહીં. આ ખોટી માન્યતા છે. નિદાન થવાથી રોગને સમજી અને તેની અસર વિષે જાણી શકાય છે. આગળના જીવનને વધારે સરળ બનાવવા માટે દવાઓ ની મદદ લઈ શકાય છે, દવા વગરની થેરાપી / ઉપચાર, થઈ શકે છે. કઠીન સમયમાં માનસિક સમતા જાળવવામાં અને રોજીંદા કાર્યમાં કઇંક ટેકો મળી શકે છે. આમ કરવાથી, રોગ આગળ વધે ત્યારે પણ જીવન થોડા અંશે વધુ સરળ અને સારું બની શકે છે. નિદાન થાય કે ના થાય. રોગ તો રહેવાનો ને રહેવાનોજ છે. ફર્ક એટલો કે નિદાન વગર આવનારી સ્થિતિ માટેની વ્યવસ્થા તથા પ્રબંધ ના પગલા થઈ શકાતા નથી.
ડોક્ટરની સલાહ લેવામાં અડચણ રૂપ થતા ભ્રમ અને ડરની વાત વિષે એક લેખમાં વાત કરવામાં આવી છે. એક સર્વે પ્રમાણે ઘણા ડોક્ટર પાસે એટલા માટે જતા નથી હોતા કે તેમને એવું લાગે છે કે નિદાન થી તેમનું “જીવન સમાપ્ત થઈ ગયું” છે, તેવો અણસાર નીકળશે.
આ તર્કવિસંગત ભ્રમ છે, જેનો નાશ કરવો જરૂરી છે. કહેવાઈ છે કે જયારે વાવાજોડું આવે ત્યારે શાહમૃગ રેતીમાં પોતાનુ માથું નાખી દે છે. નિદાન નકારી નાખવાથી આવનારો વંટોળ ટળશે નહી. વહેલું નિદાન મેળવવાથી રોગના વિષે જાણકારી મેળવી શકાઈ છે, અને તેને મેનેજ કરવા માટેના ઉકેલ વિષે જાણી શકાઈ છે, જે આવનાર કઠીન પરિસ્થિતિ ના સમયમાં ખુબજ મદદરૂપ નીવડશે.