જયારે ડિમેન્શિયા વાળી વ્યક્તિ કઈ અજુકતું કહે, તેમની વાત હકીકત ના હોઈ, ત્યારે તેમને સત્યનો એહસાસ કરાવવો નહીં. સાચા ખોટા ની સલાહ આપવી નહી, તેમને ખબર નથી પડતી તેવો એહસાસ કરાવવો નહીં અને તેમને ખોટું બોલવા માટે ઠપકો આપવો નહીં. જે વ્યક્તિ ને સવારે શું ખાધું તે યાદ રહેતું નથી, ખાધું હતું કે નહી, એ પણ ખબર નથી, તો તેની વાત ખોટી છે તેવું તેમને સમજણ પાડવા માટે કરેલી મહેનત નકામીજ છે. તદુપરાંત, આવા સત્યવાદી પ્રયોગો થી તેમને દુઃખ થઈ શકે છે, ઓછુ આવી શકે છે, અને આ કારણે તેમનું વર્તન વધારે બગડી શકે છે.
તે કહે છે કે તેમના (ગુજરી ગયેલા) મમ્મી, તેમને સાંજે ઘરે લઈ જશે. ત્યારે મમ્મી તો 10 વર્ષ પહેલા દેવ થઈ ગયા છે તેવું જણાવવાથી શું ફાયદો? તમારા મમ્મી કેવા છે? શું પહેરતા હતા, તમે શું રમતા હતા, આમ જુદી દિશામાં વાતને વાળવાનો પ્રયત્ન થઈ શકે.
તે કહે છે કે મારી બંગડી ચોરાય ગઈ છે, તો ચાવી બતાવો અને કહો કે તમે, લોકરમાં મૂકી છે. અથવા એક ખોટી બંગડી નો સેટ લાવીને બતાવો
તે તેઓ તમને જાત જાત ના કડવા વેણ બોલે છે. તો ઉશ્કેરાય ને સામું બોલી નાખવું નહીં. થોડા સમય માટે બીજા રૂમ માં જઈ હસતા મોઢે પાછા આવવું.
જ્યાં મગજની અંદરના તંતુઓ ખોટા થઈ ગયા છે, ત્યાં ઠપકો આપી, સત્ય બતાવવાથી કઈ વળે નહી, ફક્ત વધારે લાંબી તકલીફ થાય. શાંતિથી કામ કરવામાં વધુ સમજદારી છે.
જે બધા ડિમેન્શિયા વળી વ્યક્તિનું ધ્યાન રાખે છે, તેમનું કામ ખરેખર અઘરું છે. જરા જતું કરી, કામ થોડું સહેલું બની શકે.