વિડિઓ જોયા પછી વધારે માહિતી જોઈએ તો તે મારા ગુજરાતી પુસ્તક, "ચિતડું ચોરાયું" માંથી મળી શકે છે. આ વેબસાઈટ પર થી બને તેટલી વધારે માહિતી મળે તે માટે નો મારો પ્રયત્ન ચાલુ છે. બીજા વિગતવાર વિડિઓ બનાવવાનું કામ પણ હાથ ધર્યું છે.
ડિમેન્શિયા જેવા રોગ માટે વહીવટ અને વ્યવસ્થા એ સાર સંભાળ ના અગત્યના અંગ છે. ડિમેન્શિયા માં વહીવટ, વ્યવસ્થા અને સાર સંભાળ સારી રીતે કરવા માટે રોગને સમજવો જરૂરી છે. આ તબીબી પ્રકારની સમજણ નથી, પરંતુ રોગના વિશિષ્ટ વર્તણૂક અને વ્યવહારની સમજણ છે.
વિડિઓ જોઈ તમારા ટીકા-ટિપ્પણ જરુર થી [email protected] પર મોકલજો અથવા વેબસાઈટ પરનું કોન્ટેક્ટ ફોર્મ વાપરજો