નાની મોટી યાદશક્તિ ની તકલીફ થાય, રોજના સામાન્ય કાર્યોમાં ભૂલો થાય, વ્યવહાર બદલાય, આ બધાનું કારણ કોઈ વાર ડિમેન્શિયા હોય છે. ડિમેન્શિયા ના નિદાન ની વાત થી પણ ઘણી વ્યર્થ બીક હોઈ છે. ખરેખર તો નિદાન પહેલા જે વ્યક્તિની સ્થિતિ છે, તેજ સ્થિતિ તેની નિદાન પછી પણ છે.
જે રોગ છે એ નિદાન થી બદલાતો નથી.
ફરક એટલો છે કે રોગ કયો છે તેની જાણ થાય તો તેનો પ્રતિકાર કેમ કરવો તેની સમજણ મેળવવાનું કાર્ય આરંભ કરી શકાય. આગળના જીવનનો પ્રવાસ કેવો રહેશે તેની અટકળ કરી શકાય અને તેના માટે તૈયારી કરી શકાય.
જે પ્રગતિશીલ (progressive) ડિમેન્શિયા છે, તેનો ઈલાજ નથી, પણ તેની સાર સંભાળ સરખી રીતે કરવાથી ડિમેન્શિયા વાળી વ્યક્તિ તથા તેમના સંભાળનાર ની આગળની યાત્રા ઘણા અંશે સરળ બની શકે છે.
ઘણી વાર એવું પણ બને કે જે લક્ષણ જોવા મળે છે તેનુ કારણ ડિમેન્શિયા નહીં પણ બીજું હોઈ અને તેનો ઈલાજ કરી શકાય. નિદાન મેળવવા નો પ્રયત્ન કરવા થી આ બધા જવાબ મળી શકે.